ટંકારાના નદી કાંઠા નજીક થી ૭ દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
ટંકારાના નદીના કાઠે પાણીના ટાંકા પાછળ દારૂની ૭ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો. ત્યારે પોલીસે તેને પકડી પ્રોહી અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ ટંકારામાં નદીના કાંઠે પાણીના ટાંકા પાછળ આરોપી રાહુલભાઈ ઉર્ફે રવી રઘુભાઈ ઝાપડા (ઉ.વ.૨૦) રહે. ટંકારા દેરીનાકા ભરવાડવાસ તા. ટંકારા વાળાએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૭ કિં રૂ.૨૬૨૫ નાં મુદામાલ સાથે ટંકારા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





