મોરબીના નાની વાવડી ગામે G-૨૦ કાર્યક્રમ અંતર્ગત યુવા સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાશે.

રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના ઠરાવથી ગુજરાત રાજ્ય યુવક બોર્ડ હેઠળ યુવા પ્રવૃતિઓને વેગ આપવા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડની રચના કરવામાં આવી હોય જે બોર્ડ દ્વારા યુવા સંવાદ કાર્યક્રમ યોજાશે

રાજ્યના રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના સ્ટેટ કો ઓર્ડીનેટર કૌશલભાઈ દવેના નેતૃત્વમાં જીલ્લા સંયોજક નાથાલાલ ઢેઢી, તાલુકા સંયોજક વરસડા નવનીત અને સોલંકી કિશન દ્વારા જી ૨૦ અંતર્ગત યોજાનાર વાય ૨૦ કાર્યક્રમ એટલે યુવા સાથે સીધો સંવાદ કાર્યક્રમ મોરબી તાલુકાના નાની વાવડી ગામ ખાતે યોજાશે.નાની વાવડી ગામે તા. ૨૨ ને સોમવારે રાત્રે ૮ કલાકે યુવા સાથે સીધો સંવાદ કાર્યક્રમ યોજાશે જે કાર્યક્રમમાં જીલ્લા કલેકટર, જીલ્લા એસપી અને ધારાસભ્ય તેમજ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે






