Tuesday, June 23, 2026

જ્યાં સુધી મોરબી એસ પી રાહુલ ત્રિપાઠી છે ત્યાં સુધી જમીન કોભાંડ ના આરોપી નહીં જ પકડાઈ..

Advertisement
Advertisement
Advertisement

જ્યાં સુધી મોરબી એસ પી રાહુલ ત્રિપાઠી છે ત્યાં સુધી જમીન કોભાંડ ના આરોપી નહીં જ પકડાઈ..

માળિયા બોગસ ખેડૂત ખાતેદાર કોભાંડ ની ફરિયાદ ની તપાસ dy sp ઝાલા પાસે થી આંચકી લેવા માં આવી અને આ તપાસ dysp સારડા ને અપાઈ , અગાઉ વજેપર સુર્વે નં ૬૦૨ કાંડ વખતે પણ dy sp ઝાલા પાસે થી તપાસ લઈ લેવામાં આવી હતી

તપાસ નો દોર એક વ્યક્તિ સુધી પહોંચે એટલે મોરબી એસ પી રાહુલ ત્રિપાઠી તરત બચાવ મોડમાં આવી જાય જે વાત નોર્મલ નથી

મોરબી ના ચકચારી વજેપર સુર્વે નં ૬૦૨ કિંમતી જમીન કોભાંડ ની અરજી થી ફરિયાદ સુધી અનેક કપરા ચડાણ આવ્યા, જેમાં તપાસ ની શરૂવાત dy sp ઝાલા એ કરી હતી અને અમુક આરોપી ની સામેલગીરી ના પુરાવા મળતા જ એસ પી રાહુલ ત્રિપાઠી દ્વારા તપાસ આંચકી લેવામાં આવી એ પણ કોઈ જ કારણ વિના,

તપાસ નવા dy sp દલવાડી ને આપી તપાસ નું બાળ મરણ કરી દેવા એસ પી રાહુલ ત્રિપાઠી એ ધમ પછાડા કર્યા પણ પુરાવા જોઈ dy sp દલવાડી ની હિંમત ન ચાલી ફરિયાદ દફતરે કરી દેવાની અને મોડી રાત્રે ફરિયાદી ને તત્કાલીન બોલાવી જેવી તેવી ફરિયાદ દાખલ કરી દેવામાં આવી

આ મુદો મોરબી માં જ નહીં પણ આખા ગુજરાત માં ટોક ઓફ ટાઉન બન્યો અને ગરીબ ખેડૂત પરિવાર માટે મોરબી ના બે ધારાસભ્યો એ ગાંધીનગર પગ પછાડ્યા બાદ ફરી તપાસ dysp ઝાલા ને અપાઈ જેને જમીન ખોદી ને મજબૂત પૂરવા સાથે ની તપાસ કરી

આ દરમ્યાન મોરબી ની રાજકીય, પોલીસ અને વચેટિયા ગેંગ દ્વારા તપાસ મા ખૂબ રોડા નાખ્યા પણ dysp ઝાલા તાબે ન થયા અને ખેડૂતોએ પણ જમીન કૌભાંડમાં મોરબી એસ પી રાહુલ ત્રિપાઠી ની ભૂમિકા ઉપર સવાલ ઉઠાવતા તપાસ ગાંધીનગર ના સ્પેશિયલ સેલ CID ને છુપાઈ

ફરિયાદ ના આજે ઘણા મહિનાઓ થવા છતાં આરોપીઓ પોલીસ પકડ થી દૂર છે જેથી મોરબી ના લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે આ કિંમતી જમીન કોભાંડ માં પોલીસ ના પણ મોટા અધિકારીઓ ના આપણ હાથ કાળા છે જે આરોપી ને બચાવી રહા નથી પણ ખુદ બચી રહ્યા છે

વજેપર સુર્વે નં ૬૦૨ કાંડ ના આરોપીઓ અને ભોગસ ખેડૂત ખાતેદાર ના આરોપીઓ પણ સામ્યતા ધરાવતા હોવાથી સરકારી ફરિયાદ લેવામાં પણ મોરબી ના પોલીસ અધિક્ષક ઢીંચણીયા ભરાવી ને ઊભા હતા પણ આખરે ફરિયાદ દાખલ થઈ જેના પણ આરોપી આજ દિન સુધી પકડાયા નથી

મોરબી માળિયા ના કાંતિ અમૃતિયા દ્વારા તો મીડિયા ની સામે આરોપ કર્યો હતો કે ઘણા બધા ની CD ઊતરી ગઈ છે અને અમુક ના પેટમાં પડી ગયું છે જો આ આક્ષેપ સાચા હોય તો આવા અધિકારી સમાજ માટે જોખમી હોઈ શકે તેનું પણ સરકારે ગંભીરતા થી વિચારવુ જોઈ
.
મોરબી માં વર્ષો થી ગરીબ લોકો ની જમીન આવા ગઠિયા અને કબૂતબાજ લોકો પોલીસ અધિકારી ને ભાગમાં રાખી ઓળવી જાય છે પણ પેલી વાર અમુક લોકોની હિંમત થી કોભાંડ બહાર આવ્યું અને ફરિયાદ તો થઈ પણ હવે આરોપીઓ પકડાતા નથી જેથી મોરબી માં સામાન્ય લોકો પણ ચર્ચા કરી રહ્યા છે કે જ્યાં સુધી એસ પી તરીકે રાહુલ ત્રિપાઠી છે ત્યાં સુધી આરોપીઓ નો વાળ પણ વાંકો થવાનો નથી , મોરબી માં પેલી વાર પોલીસ નહીં પણ વર્તન સામાન્ય લોકો IPS ની બદલી ની રાહ જોઈ રહ્યા છે

મોરબી પોલીસ માં સારા અને સજ્જન અધિકારી ખૂણો પકડી બેસી ગયા અને દિવસો કાઢે છે જયારે અમુક લેભાગું અને કાબેલિયત વિનાના અધિકારીઓ સિન્ડિકેટ બનાવી મોરબી ને લૂંટી રહ્યાં છે હાલ મોરબી પોલીસ ને દારૂ, જુગાર , ટ્રાફિક માં રસ નથી ફક્ત કિંમતી જમીનો માં રસ છે

હમણાં થોડાક દિવસો પહેલા જમીન કોભાંડ ના ફરાર આરોપી સાગર ફુલતરિયા ના ઠેકાણા ની CID ને બાતમી મળી હતી જેવી CID એ રેડ કરી તો મોરબી પોલીસ ને પરસેવો છુટી ગયો કારણ કે જો સાગર ફુલતરિયા પકડાઈ જાય તો જમીન કોભાંડ ના મુખ્ય માસ્ટર માઇન્ડ નો ચહેરો ખુલો પડી જાય તેમ છે માટે નજીક માં આવી રહેલી IPS ની બદલી પહેલા જમીન કોભાંડ ના આરોપીઓ પકડાવા મુશ્કેલ નહીં પણ ના મુમકિન છે

ખાસ તો પોલીસ માં પણ ચર્ચા ઉઠી રહી છે કે જો સરકાર ના ચાલુ મંત્રી બચુ ખાબડ ના પુત્રો ની ધરપકડ થતી હોય તો જમીન કોભાંડ ના આરોપીઓ પાસે એવો તો કયો અલાદ્દીન નો ચિરાગ છે , જે દેખાડતા મોટા પોલીસ અધિકારી ઓ આરોપીને બચાવવા મેદાને આવી જાય છે

Related Articles

Total Website visit

1,609,151

TRENDING NOW