Tuesday, June 23, 2026

શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા એક દિકરી ના લગ્નોત્સવ તથા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

શ્રી જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા એક દિકરી ના લગ્નોત્સવ તથા વિદ્યાર્થીઓ માટે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબી દ્વારા ગઈકાલે તારીખ – 29/06/2025 ને રવિવારે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી,જુના બસ સ્ટેન્ડ,મોરબી ખાતે મોચી સમાજના એક દિકરીના લગ્નનું આયોજન તેમજ મોચી સમાજ મોરબી ના વિદ્યાર્થીઓ માટેના સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ લગ્નોત્સવ કાર્યક્રમમાં મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં બગથળા નકલંક મંદિરના મહંતશ્રી દામજી ભગત તેમજ મોચી જ્ઞાતિ મોરબીના અગ્રણી
શ્રી પ્રદીપભાઈ વાળા ની પ્રેરક ઉપસ્થિતિ રહેલ. આ લગ્ન ઉત્સવમાં મોરબી મોચી સમાજના દાતાઓના સહયોગથી દિકરીને ૧૫૦ જેટલી વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવેલ તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહમાં KG થી ધોરણ 12 સુધીના બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમ માં બગથળા નકલંક મંદિરના મહંત શ્રી દામજી ભગત દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવેલ તેમજ મોરબી મોચી જ્ઞાતિ અગ્રણી શ્રી પ્રદીપભાઈ વાળા દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવેલ. આ કાર્યક્રમ માં મોરબી મોચી સમાજ ના પરિવારજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કાર્યક્રમ ના અંતે અલ્પાહાર ની વ્યવસ્થા રાખવામાં આવેલ.આ બંને કાર્યક્રમ નું સફળ આયોજન જાગા સ્વામી મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજ મોરબીના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઠોડ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવેલ.

Related Articles

Total Website visit

1,609,136

TRENDING NOW