Monday, June 8, 2026

કીડાણા ગામના બ્રેઈનડેડ યુવાનના અંગદાનથી ચાર દર્દીને નવજીવન મળ્યું.

Advertisement
Advertisement
Advertisement

કીડાણા ગામના બ્રેઈનડેડ યુવાનના અંગદાનથી ચાર દર્દીને નવજીવન મળ્યું.

ગાંધીધામ તાલુકાનાં કીડાણા ગામના ૨૪ વર્ષીય સુનિલ વિંઝોડા નામના યુવાનને બે દિવસ પહેલા ગંભીર અકસ્માત થયો હતો. જેનું બ્રેનડેડ થઈ જતાં પરિવારે આંગદાન કરવાનો નિર્ણય લેતા ગાંધીધામ સિટી પોલીસ અને હોસ્પિટલ પ્રસાશનની મદદાથી ગ્રીન કોરિડોર મારફતે સમયસર અંગો અમદાવાદ પહોંચ્યા હતા. જેના કારણે ૪ દર્દીને નવજીવન મળ્યું છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગાંધીધામના કીડાણાનો ૨૪ વષય સુનીલ વાલજીભાઈ વિંઝોડાએ એક સાથે ૪ લોકોને નવજીવન આપતો ગયો છે. ગાંધીધામ તાલુકાના કિડાણામાં રહેતા સુનીલ વિંઝોડાને બે દિવસ અગાઉ માર્ગ અકસ્માતમાં ગંભીર ઈજા થઈ હતી. ગાંધીધામની ડિવાઇન લાઇફ હોસ્પિટલે ગત રાત્રે તેને બ્રેઈન ડેડ જાહેર કર્યો હતો. જેથી સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે જઈ સુનીલના અંગોનું દાન કરવા સ્વજનોને સલાહ-સૂચન આપી આ ઉત્તમ દાન કરવા સમજણ આપી હતી. જેથી સુનિલના પિતા વાલજીભાઈ અને અન્ય સ્વજનોએ સંમતિ આપ્યા બાદ બુાધવારે સવારે ગાંધીધામાથી અમદાવાદની સીમ્સ હોસ્પિટલ સુધી ખાસ ગ્રીન કોરિડોર મારફતે સુનીલનું હૃદય, કિડની અને લીવર પહોંચાડાયાં હતાં.

Related Articles

Total Website visit

1,607,925

TRENDING NOW