ટાટા કેમિકલ્સ લિમિટેડ અને ટીસીએસઆરડી મીઠાપુર દ્વારા આજરોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઓખમંડળ અને કલ્યાણપુર તાલુકાના ખુબજ મોટી સંખ્યામાં બહેનોએ હાજરી આપી હતી, જેમાં ટીસીએસઆરડી દ્વારા ચલાવવામાં આવતા મહિલા મંડળની પ્રગતિ અને વિકાસની ગાથાનુ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, વિશ્વ મહિલા દિવસ અલગ અલગ સ્પર્ધા અને અલગ અલગ હેન્ડીક્રાફટના સ્ટોલ પણ ગોઠવવામાં આવ્યા હતા. તમામ મહિલા મંડળના બહેનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ.












