Sunday, June 21, 2026

એલસીબી દ્વારા પીપળીયા રોડ પરથી વિદેશી દારૂની ભઠ્ઠી અને આરોપીના ઘરેથી દારૂની બોટલો ઝડપી.

Advertisement
Advertisement
Advertisement

એલસીબી દ્વારા પીપળીયા રોડ પરથી વિદેશી દારૂની ભઠ્ઠી અને આરોપીના ઘરેથી દારૂની બોટલો ઝડપી.

મોરબી એલસીબી દ્વારા પીપળીયા રોડ પરથી વિદેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી છે. ઉપરાંત આરોપીના ઘરે થી વિદેશી દરની બોટલો ઝડપી પાડવામાં આવી હોઈ પરંતુ આરોપી હજાર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરી છે.

ત્યારે આ અંગે મળતી વીગતો મુજબ મોરબી એલસીબી ટીમે આમરણ પીપળીયા રોડ ઉપર મોડપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી અક્ષય વિનુભાઈ સોલંકીની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ 300 લીટર આથો, ભઠ્ઠીના સાધનો, ગેસનો ચૂલો, બાટલો સહિત 2500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.ત્યાર બાદ આરોપી અક્ષયના મોડપર સ્થિત ઘરે એલસીબી ટીમે દરોડો પાડતા ઘરમાંથી કાઉન્ટી કલબ બ્રાન્ડની પાંચ બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1500 મળી આવ્યો હતો. પરંતુ આરોપી અક્ષય હાજર ન મળી આવતા તેની શોધખોળ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,905

TRENDING NOW