ફિલ્ટર હાઉસના હોજમાં માં ન્હાવા પડેલ આધેડનું મોત.
મોરબીના ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલ આધેડ ડૂબી જતાં તેનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિલ્ટર હાઉસના હોજમાં ન્હાવા પડેલા દિલીપભાઈ ગણપતદાસ અગ્રાવત ઉ.48 રહે.લીલાપર રોડ, પાંજરાપોળ સામે વાળાનું હોજમાં ડૂબી જતાં મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





