Sunday, June 7, 2026

હળવદના સુસવાવ ગામે વાડીમાં ગેટેથી ટ્રેક્ટર લઇ જવાની ના પાડી વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

હળવદના સુસવાવ ગામે વાડીમાં ગેટેથી ટ્રેક્ટર લઇ જવાની ના પાડી વૃદ્ધને ત્રણ શખ્સોએ માર માર્યો

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં રેડાપાટી વિસ્તારમાં વૃદ્ધની બાપદાદાની ખેતીની જમીન હોય જેના બે અડધા અડધા ભાગ પાડેલ હોય વૃદ્ધને તેમની વાડીએ જવાનો રસ્તો આરોપીની વાડીના ગેટેથી જતો હોય તેમ છતા વૃદ્ધને ગેટેથી ટ્રેક્ટર લઇ જવાની ના પાડી ત્રણ શખ્સોએ વૃદ્ધને ધોકા વડે મારમાર્યો હોવાની પોલીસ ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામે રહેતા અને ખેતી કરતા વીરાભાઈ દુદાભાઈ પીપરોતર (ઉ.વ.૬૦) એ આરોપી સવદાસભાઈ દુદાભાઈ પીપરોતર, જાજીબેન સવદાસભાઈ પીપરોતર તથા નીતાબેન કમલેશભાઈ પીપરોતર રહે. ત્રણે સુસવાવ ગામવાળા વિરૂદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા આરોપીને તેમની બાપદાદાની સુસાવાવ ગામની સીમ રેડાપાટી વિસ્તારમા ખેતીની જમીન હોય જે જમીન બન્નેના ભાગે અડધી અડધી આવેલ હોય અને ફરીયાદીને તેમની વાડીમા જવાનો રસ્તો આરોપીની વાડીના ગેટેથી જતો હોય તેમ છતા ફરીયાદીને તેમની વાડીમા ગેટેથી ટ્રેકટર લઇ જવાની ના પાડી ફરીયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ભુંડાબોલી ગાળો આપી આરોપીઓએ ધોકા તથા બેટ વડે ફરીયાદીને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,814

TRENDING NOW