હળવદ શહેરના ખત્રીવાડના નાકેથી વરલી મટકાના આંકડા લખી જુગાર રમતો રમાડતો એક ઝડપાયો.
હળવદ શહેરના ખત્રીવાડના નાકેથી નાસ્તાની લારી ચલાવતા એક શખ્સને વરલી મટકાના આંકડા લખી જુગાર રમતો રમાડતો ઝડપી પાડવામાં આવ્યો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના ખત્રીવાડના નાકેથી સ્થાનિક પોલીસે નાસ્તાની લારી ચલાવતા આરોપી પ્રકાશભાઈ મહિપતભાઈ વાઢેરને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમતો રમાડતો ઝડપી લઈ રૂ.3150 રોકડા કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





