હળવદ ના ટીકર ગામે વર્લીના આંકડા લેતો એક ઝડપાયો.
હળવદ તાલુકા ના ટીકર ગામે વર્લી ના આંકડા લઈ જુગાર રમી રમાડતો એક ઈસમ ઝડપાયો છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ટીકર ગામે રજપૂતવાસના નાકા પાસેથી હળવદ પોલીસે ટીકર નદીના કાંઠે રહેતા અનવરભાઈ ઉર્ફે મુન્નો બાબાભાઈ રાજાને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1200 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





