ચાંચાપર ગામે બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્શ ઝડપાયો.
ચાંચાપર થી રામેશ્વર તરફ જવાના રસ્તા પર બાઈક પર દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્શને મોરબી તાલુકા પોલીસે પકડી પાડયો હતો.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ચાંચાપરથી રામેશ્વર તરફ જતા રોડ ઉપર બાઇકમાં શંકસ્પદ રીતે નીકળેલા ભરતભાઇ ઉર્ફે હિતેશભાઇ રવજીભાઇ રેશીયા રહે.રણછોડનગર શાંતીવન સોસાયટી સરદારજીના બંગલાની બાજુમાં મોરબી વાળને 14 લીટર દેશી દારૂ તેમજ રૂ.15હજારની કિંમતના બાઈક સાથે ઝડપી લઈ કુલ રૂપિયા 15,280નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી કરી હતી.





