હળવદ તાલુકાના મથક ગામના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો.
હળવદ તાલુકાના માથક ગામે રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતો આરોપી પીન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયાએ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૩૨ કિં રૂ.૧૧,૫૦૦ નો મુદામાલ હળવદ પોલીસે ઝડપી પાડયો છે જ્યારે આરોપી પીન્ટુભાઈ અશોકભાઈ બોરાણીયા સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેના વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.





