Friday, July 3, 2026

હળવદ ટીકર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ ટીકર ચોકડી નજીક વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમ પકડાયો

હળવદ: હળવદ ટીકર ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ હળવદ ટીકર ચોકડી પાસેથી આરોપી અમુભાઈ સોમાભાઈ ઝીંઝુવાડીયા (ઉ.વ.૫૭) રહે.‌ માનગઢ તા. હળવદવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧- કિં રૂ.૩૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા આરોપીને હળવદ પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય એક શખ્સ અશ્વિનભાઈ બાબુભાઈ ભીમાણી રહે. અજીતગઢ તા. હળવદવાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,619

TRENDING NOW