Wednesday, June 24, 2026

સેન્ટમેરી સ્કૂલની ફાટક નજીકથી વિદેશી દારૂની નાની મોટી સાત બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

સેન્ટમેરી સ્કૂલની ફાટક નજીકથી વિદેશી દારૂની નાની મોટી સાત બોટલ સાથે એક ઝડપાયો

મોરબીના નવલખી રોડ પર આવેલ સેન્ટમેરી સ્કૂલની ફાટક નજીક વિદેશી દારૂની નાની મોટી સાત જેટલી બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડવામાં આવ્યો છે ઉપરાંત તેમના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટમેરી ફાટક નજીકથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી તરૂણભાઇ ઉર્ફે કિશન અરવીંદભાઇ આંકવીયા, રહે.વાવડી રોડ સુમતીનાથ સોસાયટી ગ્રીનલેન્ડ પાર્ક, મોરબી, મુળ રહે.હજનાળી નામના યુવાનને પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂની રોયલ ચેલેન્જની 750 એમએલની બે સ્ટર્લિંગ રિઝર્વ બ્લેન્ડેડ વ્હિસ્કીના પાંચ ચપલા સહિત કુલ સાત બોટલ કિંમત રૂપિયા 1540 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,212

TRENDING NOW