વીરપર ગામે જુગાર રમતા ચાર ઝડપાયા.
ટંકારા તાલુકાના વીરપર ગામે કોળીવાસમાં જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓ ઝડપાયા.ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વિરપર ગામે કોળીવાસમા જાહેરમાં જુગાર રમતા આરોપી નાગજીભાઇ ગોકળભાઇ દેગામા, ભુપતભાઇ ધિરૂભાઇ ઉધરેજા, રવજીભાઇ રતાભાઇ બાવરવા અને ચોન્ડાભાઇ પરસોતમભાઇ ઉધરેજાને ટંકારા પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,300 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





