મોરબીના ઘુનડા રોડ પરથી જુગાર રમતા પાંચ ઝડપાયા.
મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલ ઉમા બંગલોના વંડામા જુગાર રમી રહેલ પાંચ જુગારીઓ મડી આવ્યા હતા.ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમા બંગલોના વંડામા જાહેરમાં જુગાર રમી રહેલા સુરેશભાઇ કરશનભાઇ ભટાસણા, કાંતીભાઇ જેરામભાઇ લો, દામજીભાઇ વાલજીભાઇ કાસુન્દ્રા, લીંબાભાઇ સવજીભાઇ કુંડારીયા અને ડાયાભાઇ હરીભાઇ બાવરવાને સીટી એ ડિવિઝન પોલીસે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 20,600 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.





