વાંકાનેર મચ્છુ નદીના પુલ પરથી જંપલાવી આધેડએ જીવન ટૂંકાવ્યું.
વાંકાનેર માંથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી એક 50 વર્ષના આધેડે અગમ્ય કારણોસર ઝંપલાવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું ત્યારે આ અંગે વાંકાનેર સિટી પોલીસે અકસ્માતે મૃત્યુનોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરમાંથી પસાર થતી મચ્છુ નદીના પુલ ઉપરથી પડતું મૂકી અંદાજે 50 વર્ષની ઉમરના અજાણ્યા પુરુષે આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આધેડના વાલી વારસોની ભાળ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.





