Tuesday, June 9, 2026

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોની 22 અને 23મીએ પ્રવેશ બંધી.

Advertisement
Advertisement
Advertisement

ડેપ્યુટી કમિશનર, CISF યુનિટ એરપોર્ટ, રાજકોટનું વર્ષ-૨૦૨૧ ના વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે તા.૨૨/૦૯/૨૦૨૧ અને તા.૨૩/૦૯/૨૦૨૧ ના રોજ જાહેર જનતાની જાનમાલની સલામતી માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ખ) થી મળેલ અધિકારીની રૂએ એન.કે. મુછાર, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, મોરબી જિલ્લા, મોરબી ના આદેશ થી મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ફાયરીંગ બટ વાંકાનેર રેલ્વે લાઈન તરફ, સિંધાવદર રેલ્વે ફાટકથી વાંકાનેર તરફ જતા રેલ્વે લાઈનને સમાંતર સામે અમરનગર ફાટક પાસે, ઉતરે આવેલ ડુંગરની ધાર પાસે આવેલ છે, તે ફાયરીંગ બટ વિસ્તારમાં તા.૨૨/૦૯/૨૦૨૧ અને તા.૨૩/૦૯/૨૦૨૧ ના રોજ જાહેર જનતાને પ્રવેશવું નહિં, ત્યાંથી પસાર થવું નહીં, કોઈ વાહનો કે ઢોર સાથે ત્યાંથી પસાર થવું નહી.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ ની તથા ભારતના ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મોરબીની યાદીમાં જણાવેલ છે.

Related Articles

Total Website visit

1,607,954

TRENDING NOW