વાંકાનેર નેશનલ હાઇવે પર પોલીસને જોઈ ૫૫૦ લિટર દેશીદારૂના જથ્થાને છોડી કાર ચાલક નાશી ગયો.
મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ૫૫૦ લિટર દેશી દારૂના જથ્થા સાથે કાર નીકળતા પોલીસને જોઈ કાર ચાલક કાર મૂકી ને નાસી છૂટયો હતો.ત્યારે પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર પોલીસને જોઈ જીજે – 03 – MB – 0945 નંબરની સ્વીફ્ટ કારનો ચાલક કાર રેઢી મૂકીને નાસી જતા પોલીસે ગાડી ચેક કરતા 550 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા મોરબી તાલુકા પોલીસે રૂપિયા 11 હજારનો દારૂ અને 2.50 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સહિત 2.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરને આધારે આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે ગુન્હો રજીસ્ટર કર્યો હતો.





