વાંકાનેર ના જુના વઘાસિયા ગામે ગાળો બોલવાની ના પાડતાં એકને બેટ માર્યું.
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામે ગાળો બોલવાની ના પાડતાં ફરીયાદીના ભાઈને માથાના ભાગે બેટ મારતા ફરીયાદીના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જુના વઘાસિયા ગામે રહેતો આરોપી જાબીર હુસેનભાઈ માથકિયા ગાળો બોલતો હોવાથી બસીરભાઈ ફતેમામદભાઈ માથકિયા નામના યુવાને આરોપી જાબીરને ગાળો નહિ બોલવાનું કહેતા ઉશ્કેરાઈ જઈ માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે ઇજાગ્રસ્ત બસીરભાઈના ભાઈ પરવેઝભાઈની ફરિયાદને આધારે વાંકાનેર સીટી પોલીસે આરોપી જાબીર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.





