Wednesday, June 24, 2026

લાલપર ગામે તાલુકા શાળા પાસે જુગાર રમતા આઠ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

લાલપર ગામે તાલુકા શાળા પાસે જુગાર રમતા આઠ ઝડપાયા.

મોરબી તાલુકા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હોય કે મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા પાસે જાહેરમાં અમુક શખ્સો પત્તા રમી રહ્યા હોય ત્યારે પોલીસે ત્યાં રેઇડ કરી હતી. ત્યારે સ્થળ પરથી પત્તા રમતા આઠ જુગારીઓ મળી આવ્યા હતા ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મોરબી તાલુકાના લાલપર ગામે તાલુકા શાળા પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી બાબુભાઇ પોપટભાઇ ગેડીયા, રાહુલભાઇ ધીરજભાઇ લખતરીયા, રવિભાઇ ધીરજલાલ લખતરીયા, જીલભાઇ મફતલાલ પટેલ, માનસીંગભાઇ ગાંડુંભાઇ કાલરીયા, અસરફભાઇ ઉર્ફે રઘુ લાલખાન ખાન, રાહુલભાઇ બાબુલાલ ચૈાહાણ અને ગુરુમુખસિંગ ચિમનસિંગ સિંગને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 36,450 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,195

TRENDING NOW