રવાપર રોડ પર રહેતા વૃદ્ધ બાથરૂમ માં પડી જતા મોત.
મોરબી શહેરના રવાપર રોડ પર ભૂમિ ભક્તિ સોસાયટીમાં અમૃત હાઇટ્સ બિલ્ડિંગ માં રહેતા વૃદ્ધ બાથરૂમ માં પડી જતા તેનું મોત નિપજ્યું હતું.
મોરબી શહેરના રવાપર રોડ ઉપર ભૂમિ ભક્તિ સોસાયટીમાં અમૃત હાઇટ્સ બિલ્ડીંગમા રહેતા નટવરલાલ સાગરચંદ ગામી ઉ.72 નામના વૃદ્ધ પોતાના ઘેર બાથરૂમમાં પડી જતા કપાળના ભાગે ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.





