Sunday, June 21, 2026

પાડધરા અને ભેરડા રોડ પર વીજ શોક લાગતા એક યુવકનું મોત,એકને ઇજા.

Advertisement
Advertisement
Advertisement

પાડધરા અને ભેરડા રોડ પર વીજ શોક લાગતા એક યુવકનું મોત,એકને ઇજા.

વાંકાનેર ના જેતપરડા ગામેથી નીકળતા બે યુવકો ને પાડધરા અને ભેરડા રોડ પર વીજ શોક લાગતા અકસ્માતે એક યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે બીજા યુવકને ઇજાઓ પહોંચી હતી. ત્યારે આ બાબતે હાલ પોલિસ દ્વારા નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જેતપરડા રોડ ઉપર આવેલ કયુરેટા કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની સંજયભાઈ હિમતાભાઈ પરમાર ઉ.28 અને જાંજભાઈ નાથાભાઇ પરમાર ઉ.30ને પાડધરા અને ભેરડા વચ્ચે કોઈ કારણોસર વીજ શોક લાગતા સંજયભાઈ નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે જાંજભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.

Related Articles

Total Website visit

1,608,900

TRENDING NOW