Sunday, June 21, 2026

લાલપર નજીક કાર માંથી 550 લિટર દેશી દારૂ ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

લાલપર નજીક કાર માંથી 550 લિટર દેશી દારૂ ઝડપાયો.

મોરબી તાલુકા પોલસે બાતમીના આધારે મોરબી વાંકાનેર રોડ ઉપર લાલપર નજીક શૈલેષ કાંટા પાસેથી પસાર થતી હ્યુન્ડાઇ એસેન્ટ કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 11 હજારની કિંમતનો 550 લીટર દેશી દારૂનો જથ્થા સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો.

ત્યારે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે મોરબી – વાંકાનેર રોડ ઉપર લાલપર નજીક શૈલેષ કાંટા પાસેથી પસાર થતી હ્યુન્ડાઇ એસેન્ટ કારને અટકાવી તલાશી લેતા કારમાંથી 11 હજારની કિંમતનો 550 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા કાર ચાલક અમિત ગોરધનભાઇ ગોંડલીયા ઉ.35, રહે.સેટેલાઇટ ચોક, રાજલક્ષ્મી એપાર્ટમેન્ટ, મોરબી વાળાને રૂપિયા 3 લાખની કાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. વધુમાં આરોપી અમિતે ચોટીલાના નાળિયેરી ગામેથી આરોપી અજય જાદવભાઈ મેર પાસેથી દેશી દારૂનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,608,901

TRENDING NOW