મોરબીમાં રવાપર રોડ શાંતીભુવન એપાર્ટમેન્ટમાં ભાઈને ત્યાં મીલકત સંબંધે વાત કરવા ગયેલ આધેડને બે શખ્સોએ માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં ખોડીયાર પાર્ક સોસાયટી આલાપ પાર્કની બાજુમાં રહેતા વસંતભાઈ જસવંતભાઈ જાલરીયાએ આરોપી જીતેન્દ્રભાઇ જસવંતભાઈ જાલરીયા તથા જોસનાબેન જીતેન્દ્રભાઇ (રહે. બંને રવાપર રોડ શાંતીભુવન એપાર્ટમેન્ટમાં મોરબી) સામે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ ફરીયાદી પોતાના ભાઈ જીતેન્દ્રભાઇના ઘરે મિલ્કતે સબંધે વાત કરવા જતા ફરીયાદીને આરોપી જીતેન્દ્રભાઇએ જેમફાવે તેમ ગાળો આપી કુહાડીનો છુટો ઘા કરી ફરિયાદીને ડાબી આંખ નીચે ઈજા પહોંચાડી હતી. તેમજ આરોપી જોશનાબેને ફરીયાદીને ગાલ પર ઝાપટ મારી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદનાં આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.