Saturday, May 3, 2025

મોરબીમાં જુદીજુદી જગ્યાએથી વર્લી મટકાનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં જુદીજુદી જગ્યાએથી વર્લી મટકાનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

મોરબી: મોરબીમાં જુદીજુદી જગ્યાએથી વર્લી ફીચરનો જુગાર રમી રમાડતા પાંચ ઇસમોને મોરબી પોલીસે ઝડપી પાડયા છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર રેસીડન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ પાસે જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી નવીનભાઈ ચતુરભાઈ ચારોલા ( ઉ.વ.૪૮) રહે રવાપર રૉડ રવાપર રેસીડન્સી હરીદર્શન એપાર્ટમેન્ટ ફ્લેટ નં.૪૦૧ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૮૫૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

જયારે બીજો મોરબી શનાળા રોડ શુભ હૉટલની પાછળ જાહેરમા વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા (ઉ.વ.૫૯) રહે. અંકુર સોસાયટી જી.આઈ.ડી.સી.સામે શનાળા રોડ મોરબી વાળાને રોકડ રકમ રૂ ૧૦,૨૦૦ તથા એક મોબાઇલ ફોન કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ.૧૫,૨૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

જયારે ત્રીજો મોરબી લગધીરવાસ મેઈન રોડ પર જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી દિનેશભાઇ ચત્રભુજભાઈ કારીયા (ઉ.વ.૫૮) રહે. ઘંટી આપા ગ્રીન ચોક પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૩૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

ચોથો આરોપી મોરબી ગાંધી ચોક નગર દરવાજા નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મોમીનખાન અબ્દુલખાલીતખાન પઠાણ (ઉ.વ.૩૭) રહે. નવલખી રોડ ધક્કાવાળી મેલડીમાતાના મંદિર આગળ ન્યુ કોલોનીના નાલા પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૫૩૦ ના મુદામાલ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.

ચારે આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે પાંચમો આરોપી મોરબીમાં અરૂર્ણોદય સર્કલ નજીક વર્લી ફીચરનો જુગાર રમી રમાડતો આરોપી મુકેશભાઈ ધનજીભાઇ પીઠડીયા (ઉ.વ.૫૨) રહે. રીલીફનગર બ્લોક નં -૧૪૪ અરૂણોદય સર્કલ સામેના ભાગે મોરબી -૨ વાળાને રોકડ રકમ રૂ. ૩૦૦ ના મુદામાલ સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,723

TRENDING NOW