Tuesday, August 4, 2026

મોરબીમા લિફ્ટના ખાડામાં પડી જતા યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી સરકારી હોસ્પિટલમાં નવી લીફ્ટ બનાવવાનું કામ ચાલુ હોય અને સારવાર દરમ્યાન લીફ્ટનુ કામ ચાલુ હોય લીફ્ટના ખાડામાં પડી જતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી સરકારી હોસ્પિટલમાં કોઈ અજાણ્યો પુરુષ (ઉ.વ. આશરે ૩૦ થી ૪૦ ) કોઈ પણ બીમારી અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં તા. ૧૭-૦૯-૨૦૨૧ ના રોજ દાખલ થયેલ હોય અને સારવાર દરમ્યાન નવી લીફ્ટ બનાવવાનું કામકાજ ચાલુ હોય લીફ્ટના ખાડામાં પડી જતા વધુ સારવાર માટે તા. ૧૯-૦૯ ના રોજ સીવીલ હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરેલ હોય જેમનુ સારવાર દરમ્યાન તા. ૨૧-૦૯ ના રોજ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે અકસ્માતે મોત દાખલ કરી નોંધ કરી છે.

Related Articles

Total Website visit

1,624,391

TRENDING NOW