મોરબીના ભડીયાદ રોડ પર જવાહર સોસાયટીમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી પકડાયા
મોરબી: મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને મોરબી સીટી બી ડીવીજન પોલીસે પકડી પાડયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામા કાંઠે ભડીયાદ રોડ પર આવેલ જવાહર સોસાયટીમાં આરોપી ભગવાનજીભાઈ સીદાભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો ભગવાનજીભાઇ સીદાભાઇ મકવાણા ઉવ-૬૭ રહે. ભડીયાદ રોડ, જવાહર સોસાયટી મોરબી, દિનેશભાઇ કેશુભાઇ પરમાર ઉવ-૩૮ રહે. લક્ષ્મીનગર ઓમપાર્ક સોસાયટી તા.જી.મોરબી, રાજુભાઇ તેજાજી રાઠોડ ઉવ-૨૦ રહે. ભડીયાદ જંગ્લેશ્વર મંદિરની બાજુમાં મોરબી, રધુભાઇ લાખાભાઇ જોગડીયા ઉવ-૫૮ રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ મોરબી, વિનોદભાઇ ચકુભાઇ અધારા ઉવ-૫૦ રહે. ભડીયાદ રોડ જવાહર સોસાયટી મોરબી, કરશનભાઇ પ્રેમજીભાઇ સાવરીયા ઉવ-૪૮ રહે. જવાહર સોસાયટી ભડીયાદ રોડ, મોરબી, મુળજીભાઇ સામજીભાઇ વધોરા ઉવ-૩૯ રહે.ભડીયાદ રોડ રામદેવનગર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૯૬૭૦ તથા મોબાઇલ ફોન નંગ -૭ કિં રૂ. ૨૧૦૦૦ મળી કુલ કિં રૂ. ૨૧૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૦૬૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





