મોરબીના બેલા (રંગપર) ગામે મહિલા પર શખ્સનો હુમલો
મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે મહિલાએ શખ્સને મહિલાની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મૂકવાની ના પાડતા શખ્સે મહિલાને શેરીમાં ગાળો આપી મહિલાને મુંઢમાર માર્યો તથા છોડાવા આવેલ મહિલાના બહેનને શખ્સએ ઝાપટ મારી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રતીબેન કાનાભાઇ ટમારીયા (ઉ.વ.૬૪) રહે. બેલા (રંગપર) ગામે તા. મોરબીવાળાએ આરોપી વસીમ ઓસમાણભાઈ નારેજા રહે. બેલા (રંગપર) તા. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં ફરીયાદીએ આરોપીને ફરીયાદીની ભેંસ બાંધવાની પડતર જગ્યામાં વસ્તુ મુકવાની ના પાડતા આરોપીએ શેરીમાં ફરીયાદીને જેમફાવે તેમ ગાળો આપતા ફરીયાદી ઘરમાં જતા રહેતા આરોપીએ ફરીયાદીના ઘરમાં પ્રવેશ કરી ઢીંકાપાટુનો મુંઢ માર મારી ડાબો હાથ મરડી ડાબા હાથના કાંડાના ભાગે ફ્રેકચર જેવી ઇજા કરી તેમજ ફરીયાદીને છોડવવા આવેલ ફરીયાદીના બહેન બબુને ઝાપટ મારી મુંઢ ઇજા કરી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર રતીબેને આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૪૫૨,૫૦૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.





