Friday, July 10, 2026

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો 

મોરબી: મોરબીના તળાવીયા શનાળા ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે રોડ ઉપર બે શખ્સો યુવકની ગાડી પાસે આવી યુવકના ગળે છરી રાખી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ કલ્પેશભાઇ મનસુખભાઇ વાઘ્રોડીયા (ઉ.વ.૩૫) મૂળ હળવદના રહેવાસી અને હાલ રહે. મોરબીના મહેન્દ્રનગરમા ઉમા ટાઉનશિપમાં, ક્રાંતિ જ્યોત -બી, બ્લોક નં -૩૦૪મા તા.જી. મોરબીવાળાએ આરોપી હોન્ડા સાઈન, મોટર સાયકલ નં -GJ-36-D-5683 મા આવેલ અજાણ્યા બે માણસો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૧૦-૨૦૨૩ ના રોજ હતી બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે ફરીયાદી તથા તેના મિત્ર ધવલભાઇ એમ બંને જણા આઇ-૨૦ ગાડી નંબર- GJ36R-1426 ગાડીમાં મોરબી આવતા હોય ત્યારે તળાવીયા શનાળા- ઉંચીમાંડલ રસ્તા ઉપર એકોર્ડ સીરામીક પાસે પહોંચતા, સામેથી રોંગ સાઇડમાં હોન્ડા સાઇન, મોટર સાયકલ નંબર-GJ36D-5683 માં બે માણસો આવતા, જેમા પાછળ બેઠેલ માણસે ફરીયાદી પાસે આવી, ફરીયાદીની ગાડીમાં બોનેટ ઉપર બોકસ પછાડી, આરોપીએ છરી ફરીયાદીના ગળા પાસે રાખી, ભુંડી ગાળો બોલી, જાનથી પતાવી દેવાની ધમકી આપતા, ફરીયાદીએ હાથ આડો રાખતા, ફરીયાદીની જમણા હાથની ત્રીજી આંગળીમાં સામાન્ય ઇજા કરી નાશી ગયા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર કલ્પેશભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,616,400

TRENDING NOW