Saturday, July 4, 2026

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા યુવાનનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ટીંબડી ગામના પાટીયા પાસે ટ્રકે હડફેટે લેતા યુવાનનુ મોત

મોરબી: મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા આગળ અશ્વમેઘ હોટેલ સામે હાઈવે રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ટ્રકે હડફેટે લેતા યુવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વિક્રમભાઈ જગદીશભાઇ મીના (ઉ.વ.૧૮) રહે. રાજસ્થાનવાળાએ આરોપી અશોક લેલેન્ડ ટ્રક કન્ટેનર નં -GJ-12-BZ-3074 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૧૧-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલા વાળુ અશોક લેલેન્ડ ટ્રક કન્ટેનર નંબર GJ-12-BZ-3074 વાળુ પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ બેફીકરાયથી બેદરકારીથી ચલાવી નીકળી ચાલીને રોડ ક્રોસ કરતા ફરીયાદીના કાકા મુકેશભાઈ રામદેવા મીના ઉ.વ.૩૦ રહે સડક મોહલ્લા NH-૧૨ થાના-ગાડ તા-જી-ટોંક ( રાજસ્થાન ) વાળાને હડફેટે લઇ શરીરે ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી પોતાનું વાહન બનાવ સ્થળે મૂકી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભત્રીજા વિક્રમભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૦૪(અ), ૨૭૯, એમ.વી.એકટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,611,010

TRENDING NOW