Wednesday, July 8, 2026

મોરબીના ગાળા ગામે કેરોવીટ ગ્લોબલ પ્રા.લિ. કંપનીમાં ગાડીનુ વ્હીલ માથે ફરી જતા યુવાનનુ મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ગાળા ગામે કેરોવીટ ગ્લોબલ પ્રા.લિ. કંપનીમાં ગાડીનુ વ્હીલ માથે ફરી જતા યુવાનનુ મોત

મોરબી: મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં કેરોવીટ ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એજેક્ષ મિક્ષરની ગાડીનું વ્હીલ માથે ફરી જતા યુવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે આરોપી એજેક્ષ મિક્ષરની ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ બીગુભાઈ શ્રીશક્લ પાસવાન (ઉ.વ.૩૦) મૂળ રહવાસી બિહારના અને હાલ રહે. માટેલ રોડ પર આવેલ એરકોન સીરામીકમા તા. વાકાનેરવાળાએ આરોપી એજેક્ષ મિક્ષરની ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૪-એસ-૦૬૯૭ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૧૦-૨૦૨૩ ના રોજ આરોપીએ પોતાના હવાલા વાળુ વાહન એજેક્ષ મિક્ષરની ગાડી રજીસ્ટર નં-GJ-34- S-0697 વાળુ પુરઝડપે અને બેદરકારીથી ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના સાળા જયલાલભાઇ લખીન્દ્રભાઇ પાસવાન ઉ.વ-૩૨ વાળા કારખાનામાં તળીયાના ધાબા ભરવાનું કામ કરતા હોય જેના પર વ્હીલ ફરી જતા શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બીગુભાઈએ આરોપી એજેક્ષ મિક્ષરની ગાડીના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૨૭૯,૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪, મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,615,042

TRENDING NOW