Friday, July 3, 2026

મોરબીના ખાનપર ગામે ઢોર ચરાવવાની ના પાડતા દંપતી બે શખ્સોએ મારમાર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખાનપર ગામે ઢોર ચરાવવાની ના પાડતા દંપતી બે શખ્સોએ મારમાર્યો

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં ઢોર ચરાવવાની ના પાડતા આધેડ અને તેમની પત્નીને બે શખ્સોએ લાકડીના ધોકા વડે મારમાર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર આધેડે બંને શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોમૈયાભાઈ ખીમાભાઇ ડાવેરા (ઉ.વ.૫૬) રહે. ખાનપર ગામ તા.જી. મોરબીવાળાએ આરોપી રાજુભાઇ નારણભાઈ ડાંગર તથા વિશાલભાઈ નારણભાઈ ડાંગર રહે બંને ગજડી ગામની સીમ વાડીમાં તા. ટંકારાવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૮-૦૯-૨૦૨૩ ના સવારના દશેક વાગ્યાના અરસામાં આરોપીઓ તેમના માલઢોર ફરીયાદીના વાડીના શેઢે ચરાવવા આવતા ફરીયાદીએ તેમને ત્યાં માલઢોર ચરાવવા માટે નહિ આવવા જણાવતા બન્ને આરોપીઓએ ફરીયાદીને ગાળો આપી લાકડીઓ વતી મુંઢ માર મારતા હોઈ તે દરમ્યાન ફરીયાદીના પત્ની ધકુબેન છોડાવવા આવતા આરોપી વિશાલભાઈએ ધકુબેનને જમણા હાથે કાંડાના ભાગે તથા વાંસાના ભાગે લાકડી વતી મુઢ માર મારી આરોપીઓએ ફરીયાદીનુ ગળુ પકડી માલ ઢોર ચરાવવાની ના પાડીશ તો જાનથી મારી નાખીશ એમ ધમકી આપી ફરીને શરીરે છાતીના ભાગે તથા ગળાના ભાગે ફ્રેકચર ઈજા પહોચાડી હતી. જેથી આ બનાવ અંગે ભોગ બનનાર મોમૈયાભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરૂદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,610,819

TRENDING NOW