મોરબીના આલાપ રોડ પર તુલશી પાર્ક સામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક પકડાયો
મોરબી: મોરબી આલાપ રોડ તુલશી પાર્કની સામેથી વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે પકડી પાડયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી આલાપ રોડ તુલશી પાર્કની સામેથી જાહેરમાં આરોપી રાજેશભાઈ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૨૯) રહે. વજેપર શેરી નં -૦૪ મોરબીવાળાએ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખેલી વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ.૧૫૦૦ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





