મોરબીના અમરેલી રોડ પર આવેલ સોસાયટીમાં જુગાર રમતા બે ઝડપાયા.
મોરબીમાં અમરેલી રોડ પર ભાવિની નગર વિસ્તારમાં જુગાર રમી રહેલા બે મડી આવ્યા હતા ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના અમરેલી રોડ ઉપર ભવાનીનગર વિસ્તારમાંથી સીટી બી ડિવિઝન પોલીસે જાહેરમાં જુગાર રમી રહેલા ચંદુભાઈ બચુભાઇ અગેચણિયા અને અક્ષય બાબુભાઇ અગેચણિયાને ઝડપી લઈ રોકડા રૂપિયા 800 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.





