Friday, March 13, 2026

મોરબી : પ્રેમિકા સાથે વાત ન થતાં યુવકે જીવન ટુંકાવ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી : પ્રેમિકા સાથે વાત ન થતાં યુવકે જીવન ટુંકાવ્યું

મોરબીમાં પ્રેમિકા સાથે વાત ન થતા ગળેફાંસો ખાઈ ગયેલ યુવાનનું મોત મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનામાં રહીને મજૂરીકામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરી તેનું મોત નીપજયુ હોવાનો બનાવ સામે આવ્યો છે .

જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસની હદમાં આવતા હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે આવેલ સેલ્ટોસ સેનેટરીવેર નામના કારખાનામાં મજૂર ઓરડીમાં રહીને મજૂરી કામ કરતા અને મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી શુભમ હેમરાજ નિશાદ નામના ૨૪ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલે ખસેડવામાં આવ્યું હતું અને બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકમાં નોંધ કરાઈ છે.

પોલીસ મથક થી જાણવા મળતી માહિતી મુજબ મૃતક શુભમ નીશાદને તેના વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હોય અને તે યુવતી સાથે છેલ્લા થોડાક સમયથી વાતચીત થતી ન હોય તે બાબતનું મનોમન લાગી આવતા તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો અને તેનું મોત નીપજેલ છે.મૃતક શુભમ પોતાના ભાઈ અને કાકા સહિતના પરિવારજનો સાથે અહીં કારખાનામાં લેબર કવાટરમાં રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો અને તેના વતનમાં કોઈ યુવતી સાથે પ્રેમસંબંધ હતો પરંતુ યુવતી સાથે વાતચીત ન થતા તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું મોત નીપજયુ હતું .

Related Articles

Total Website visit

1,595,582

TRENDING NOW