Saturday, June 20, 2026

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું માળીયા તાલુકાના સરવડ ગામે ભવ્ય સ્વાગત

Advertisement
Advertisement
Advertisement

વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું માળીયા તાલુકાના સરવડ ગામે ભવ્ય સ્વાગત

છેલ્લા બે દાયકામાં ગુજરાતમાં થયેલ વિકાસની સોડમ જન જન સુધી પ્રસરાવવા આજરોજ માળીયા તાલુકાના સરવડ ગામે સરવડ કે.પી.હોથી ઉ. માધ્યમિક શાળા મુકામે આવી પહોંચતા માળીયા તાલુકામાં “વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ” ને આગળ પ્રસ્થાન કરાવી ગામના જનજન ને વિકાસયાત્રામાં જોડ્યા અને વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું સ્વાગત કરવામાં આવ્યું અને વિકાસ રથ”ને પ્રજાજનો દ્વારા ઉમેળકાભેર આવકારવામાં આવ્યો હતો.

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત જરૂરીયાતમંદ લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કર્યાં હતા.

આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રી જેસંગભાઈ હુંબલ, જેન્તીભાઇ પડસુમ્બીયા, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ, માળીયા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ સરડવા, તાલુકા પંચાયતના સભ્યો ચંદુભાઈ લાવડીયા, સંજયભાઈ ભીલ તેમજ અશોકભાઈ બાવરવા, યુવા મોરચા પ્રભારી પરિમલભાઈ ઠક્કર, બક્ષીપંચ મોરચા મહામન્ત્રી ધનેશ્વરભાઈ વ્યાસ, અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ કેશવજીભાઈ ઝાલા, કિશાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, પરેશભાઈ રૂપાલા, તેમજ મામલતદારશ્રી, ટીડીઓશ્રી, ડો. બાવરવા સાહેબ, પ્રાથમિક અને હાઇસ્કૂલ ના આચાર્યશ્રી, ગામ સરપંચ અને ઉપસરપંચ, તેમજ અન્ય અધિકારી અને પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Related Articles

Total Website visit

1,608,884

TRENDING NOW