મોરબી પોસ્ટ ઓફિસ ખાતે ૩૧ માર્ચ સુધી આધાર કાર્ડ મોબાઈલ નંબર રજી્ટ્રેશન માટેનો કેમ્પ.
મોરબી મેઇન પોસ્ટ ઓફિસ ખાતે 31 માર્ચ સુધી દરરોજ આધાર કાર્ડ માં મોબાઇલ અપડેટ કરવા માટે નો કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમનો સમય સવારે 8-00 થી 11-00 વાગ્યા સુધી નો રહેશે આ કેમ્પમાં કોઈ પણ્ ટોકન લીધાં વગર તુરંત આધાર કાર્ડ માં મોબાઇલ અપડેટ કરી આપવામાં આવશે.મોબાઈલ નંબર લીન્ક કરવા માટે ડોક્યુમેન્ટ માં આધાર કાર્ડ અને મોબાઇલ સાથે રાખવાના રહેશે. ઉપરાંત મોબાઇલ નંબર અપડેટ ની રૂપિયા 50 ફી રહેશે આથી દરેક મોરબી ની જાહેર જનતા ને આ કેમ્પનો લાભ લેવા જાહેર આમંત્રણ છે મોરબી ની જનતા ને આધાર કાર્ડ લીન્ક કરવા માટે કોઈ ને પણ તકલીફ ન પડે એ હેતુથી આ કેમ્પ નો સમય ગાળો 31 માર્ચ સુધી વધારવા મા આવ્યો છે પોસ્ટ વીભાગ દ્વારા આયોજન ગોઠવેલ છે.





