Monday, June 8, 2026

હળવદ તાલુકાના દેવળીયા ગામે ઝગડો કરવાની ના પાડતા બે શખ્શો દ્વારા યુવક પર હુમલો.

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના દેવળીયા ગામે ઝગડો કરવાની ના પાડતા બે શખ્શો દ્વારા યુવક પર હુમલો.

હળવદ તાલુકાના દેવળીયા ગામે બે શખ્સોએ સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર સાથે ઝઘડો કરતા હોય જે ઝઘડો કરવાની યુવકે ના પાડતા બે શખ્સોએ યુવક પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર યુવકે આરોપી બંને શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે રહેતા મંગળસિંહ અનોપસિંહ પરમાર (ઉ.વ.૩૫) એ આરોપી પ્રધ્યુમનસિંહ દશરથસિંહ પરમાર તથા પંકજસિંહ દશરથસિંહ પરમાર રહે. બંને નવા દેવળીયા ગામ તા. હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૩-૨૦૨૩ ના રોજ સાંજના સાડા આઠ થી નવેક વાગ્યાના અરસામાં આરોપીઓ સિધ્ધરાજસિંહ દિલુભા પરમાર નાઓ સાથે ઝઘડો કરતા હોય જે ઝઘડો કરવાનું ફરીયાદી ના પાડતા આરોપીઓએ એકદમ ઉશ્કેરાઇ જઇ આરોપી પ્રધ્યુમનસિંહએ ફરીયાદીને વાહાના ભાગમાં ડાબી સાઇડ નીચેના છેલ્લા પાસળા પાસે તેમજ પેટના ભાગે તેમજ જમાણા હાથ ઉપર છરીના ઘા મારી ઇજા કરેલ તેમજ આરોપી. પંકજસિંહએ ફરીયાદી તથા સાહેદ સિધ્ધરાજસિંહને મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાની ભોગ બનનાર મંગળસિંહે બંને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,902

TRENDING NOW