મોરબી ના શનાળા રોડ પર અલ્ટો ચાલકે મહિલાને હડફેટે લેતા સર્જાયો અકસ્માત,ફરિયાદ નોંધાઇ.
મોરબી ના શનાળા રોડ પર ઓવરબ્રિજ નજીક અલ્ટો કાર ચાલકે એકટીવા ચાલક મહિલાને હડફેટે લીધા હતા. જે બાબતે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ઓવરબ્રિજ નજીક જીજે – 03 – KP – 9013 નંબરની અલ્ટો કારના ચાલકે એક્ટિવા લઈને જઈ રહેલા મોરબીના આનંદનગર વિસ્તારમા રહેતા ભારતીબેન સંજયભાઈ ગોહિલને હડફેટે લઈ ટક્કર મારતા ભારતીબેનને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના આ બનાવ અંગે ભારતીબેને અલ્ટો કારના ચાલક વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.





