Sunday, June 21, 2026

આમરણ ધૂળકોટ ના રસ્તે જાહેરમાં જુગાર રમતા આઠ જળપાયા,એલસીબી એ કરી હતી રેઇડ.

Advertisement
Advertisement
Advertisement

આમરણ ધૂળકોટ ના રસ્તે જાહેરમાં જુગાર રમતા આઠ જળપાયા,એલસીબી એ કરી હતી રેઇડ.

મોરબી એલસીબી ટીમે આમરણથી ધૂળકોટ ગામે જવાના રસ્તે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગારની મજા માણી રહેલા આઠ જુગારીઓને રોકડ રૂપિયા 17,900 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

ત્યારે આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી એલસીબી ટીમે આમરણથી ધૂળકોટ ગામે જવાના રસ્તે બાવળની ઝાડીમા જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમી રહેલા ઇરફાન ઉર્ફે કરીમભાઇ બશીરભાઇ બુખારી, રહે. આમરણ, સીદીકભાઇ આમદભાઇ લકીરા, રહે. બેલા (આમરણ), કાદરભાઇ અબ્દુલભાઇ બુખારી, રહે. આમરણ, સલેમાનભાઇ કાસમભાઇ કટીયા, રહે. બેલા (આમરણ), વાલજીભાઇ અરજણભાઇ પરમાર, રહે. નવા આમરણ, દાઉદભાઇ ઇશાભાઇ ભટ્ટી, રહે. આમરણ, રવિદાસ બચુદાસ ચૌહાણ, રહે. આમરણ અને વિપુલભાઇ શિવલાલભાઇ જાલરીયા, રહે. બેલા (આમરણ) વાળાને રોકડ રૂપિયા 17,900 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

Related Articles

Total Website visit

1,608,940

TRENDING NOW