મોરબી ના ડૉ.કિશોરદાન ગઢવી ની ચારણ સાહિત્ય શોધ સન્માન એવોર્ડ માટે પસંદગી કરવા મા આવ્યા
મોરબી ચારણ સમાજ માટે ગૌરવમય,મોરબી ચારણ સમાજ ના અગ્રણી અને ABCGMY મોરબીના અધ્યક્ષ, મોરબી ચારણ સમાજ માટે સતત કાર્યશીલ એવા ડૉ.કિશોરદાન ગઢવી ને ચારણી સાહિત્ય શોધ સંસ્થાન અજમેર (રાજસ્થાન) દ્વારા વર્ષ 2023નો ચારણ સાહિત્ય શોધ સન્માન એવોર્ડ માટે પસંદગી કરવા મા આવી છે. આગામી 11જુન 2023ના ના રોજ અજમેર રાજસ્થાન ખાતે આયોજીત ચારણ સાહિત્ય સમારોહ 2023મા ચારણ સમાજ ના વિવિઘ ક્ષેત્રના મહાનુભાવો ઓમકારસિંહજી લાખાવત પુર્વ સાંસદ, પદ્મશ્રી સી પી દેવલ, પુષ્પદાન ગઢવી પુર્વ સાંસદ, સી.ડી. દેવલ રાષ્ટ્રીય અધ્યક્ષ ABCGMY, ડૉ. અંબાદાન રોહડિયા વગેરે મહાનુભાવોના હસ્તે આ એવોર્ડ સન્માન અર્પણ કરવામા આવશે. ABCGMY મોરબી પરીવાર તથા મોરબી ચારણ દ્વારા ડૉ.કિશોરદાન ગઢવી ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.





