Friday, March 13, 2026

મોરબી જિલ્લાના રમતવીરોને ડિસ્ટ્રીક્ટ લેવલની ફૂટબોલ સ્પર્ધામાં ચમકવાની તક

Advertisement
Advertisement
Advertisement

ઓક્ટોબરમાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે જિલ્લાના સિનિયર ભાઈઓની ટીમની 19 સપ્ટેમ્બરે પસંદગી

મોરબી : મોરબી જિલ્લાના રમતવીરોને ડિસ્ટ્રીક્ટ લેવલની ફૂટબોલ સ્પર્ધામાં ચમકવાની તક મળી છે. જેમાં ઓક્ટોબરમાં યોજાનાર ફૂટબોલ સ્પર્ધા માટે જિલ્લાના સિનિયર ભાઈઓની ટીમની 19 સપ્ટેમ્બરે પસંદગી થનાર છે. આથી સિલેક્શનની ટ્રાયલ માટે ફૂટબોલમાં માહિર ખેલાડીઓને ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

સિનિયર ડિસ્ટ્રીક્ટ ભાઈઓની ફૂટબોલ સ્પર્ધા આગામી ઓક્ટોબર માસમાં રાજકોટમા રમાવવાની છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લાની સિનિયર ભાઈઓની ફૂટબોલ ટીમનુ સિલેક્શનની ટ્રાયલ 19 સપ્ટેમ્બર 2021ને રવિવારે સવારે 9 કલાકે ગ્રિન વેલી ઈન્ટરનેશનલ સ્કૂલ ( ફૂટબોલ ગ્રાઉન્ડ) લજાઈ ચોકડી, લજાઈ , ટંકારા ખાતે થશે.

ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માટે મોરબી જિલ્લાના કોઈ પણ ફૂટબોલ ખેલાડીઓ કે જેઓ ૩૧- ડિસેમ્બર- ૨૦૦૪ અથવા તેની પહેલાં જન્મેલા હોય તેવા ખેલાડીઓ આ સિલેક્શન ટ્રાયલમા ભાગ લઈ શક્શે.(આધાર કાર્ડ સાથે રાખવુ) અને પુરી ફૂટબોલ કીટ સાથે હાજર રહેવુ. આગામી સ્પર્ધા માટે સિલેક્ટ થયા બાદ મોરબી જિલ્લા ફૂટબોલ એસોસિએશન દ્વારા રાખવામાં આવનાર ફૂટબોલ કેમ્પમાં ભાગ લેવો જરૂરી છે. સિલેક્શન ટ્રાયલ માટે નીચે આપેલ નંબર પર વધુ માહિતી શકાશે. મુસ્તાક સુમરા- 9924192926
અમિત શિયાળિયા- 7016473457

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW