Sunday, August 2, 2026

મોરબીમાં હાથ ઉછીના પૈસા મામલે યુવકને બે શખ્સોએ માર માર્યો

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા ભડીયાદ કાંટા પાસે યુવક તથા સાહેદ ચાલવા ગયેલ હોય ત્યારે હાથ ઉછીના પૈસા બાબતે યુવક તથા સાહેદને બે શખ્સોએ માર માર્યો હોવાની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીમા ભડીયાદ કાંટા પાસે, હરીઓમ સોસાયટી,માહી એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા પ્રવિણભાઇ કરશનભાઈ રાઠોડ (ઉ.વ.૩૩) એ આરોપી મહેશ દેવજીભાઈ વણોલ તથા મહેશ કાંતીલાલ ભંખોડીયા (રહે. બંને. ભડીયાદ કાંટા પાસે, જવાહર સોસાયટી. મોરબી-૨) વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ ફરીયાદી અને તેના સાહેદ રાત્રીના સમયે ચાલવા ગયેલ હોય ત્યારે આરોપી મહેશ દેવજીભાઈએ ફરીયાદી પાસે હાથ ઉછીના પૈસા માંગતા જે ફરીયાદી નહી આપતા તે બાબતે બોલાચાલી કરી આરોપી મહેશ દેવજીભાઈએ ફરીયાદી તથા સાહેદને લાકડી વડે આડેધડ માર મારી આરોપી મહેશ કાંતીલાલએ ઢીકાપાટુ મારી ગાળો આપી હતી. આ અંગે બંને આરોપી વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,228

TRENDING NOW