મોરબી: સમગ્ર ગુજરાત રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષા એ સામાજીક, સેવાકીય તથા રાજકીય ક્ષેત્રે આગવી પ્રતિભા ધરાવનાર જનસંઘ તથા ભાજપ ના પાયા ના પથ્થર સમા સ્વ.અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા સ્વ. ભાનુબેન લીલાધરભાઈ કોટકના શ્રાધ્ધ નિમિતે તેમના સુપુત્રો દીપકભાઈ કોટક તથા અજયભાઈ કોટક દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ સહીતનાઓ એ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક તથા તેમના ધર્મપત્નિ સ્વ.ભાનુબેન અમૃતલાલ કોટકને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.





