Monday, June 8, 2026

મોરબીના ટીંબડી પાટીયા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત: 5 ના મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ટીંબડી ગામના પાટીયા નજીક રાતના અરસામાં કાર ટ્રક પાછળ ઘૂસી જતાં 5 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના ટીંબડી પાટીયા પાસે ગત રાત્રે GJ36-AF-1059 નંબરની કાર ટ્રક પાછળ ઘુસી ગઈ હતી. કારમાં સવાર આનંદસિંગ પ્રભુરામ શેખાવત (રહે.ગણેશનગર), તારાચંદ તેજપાલ, અશોક કાનારામ બિરડા, વિરેન્દ્રસિંહ અને અન્ય એક વ્યકિત મળીને કુલ પાંચ લોકો લક્ષ્મીનગર પાસે આવેલી આર્શિવાદ ટ્રાન્સપોર્ટની ઓફિસેથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે વેળાની કાર ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતાં પાંચેય વ્યકિતના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલ પાંચેય વ્યકિત મુળ રાજસ્થાનના હતા. તેઓ મોરબીમાં રહીને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલાં હતા. તેમજ મૃતક વ્યકિતમાંથી એકના પાંચેય મહિના પહેલા લગ્ન થયાં હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Total Website visit

1,607,898

TRENDING NOW