માળીયા સંગાથ વૃધ્ધાશ્રમના વડીલોએ વૃધ્ધાશ્રમમાં વૃક્ષારોપણ કરીને વૃક્ષ વાવો વરસાદ લાવોનો સંદેશો આપ્યો
સંગાથ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોએ વૃધ્ધાશ્રમના પટાગંણમાં વૃક્ષારોપણ કરીને વટવૃક્ષ બનાવવા સંકલ્પ લીધો

માળીયામિંયાણા જામનગર હાઈવે પર રાયસંગપરના પાટીયા પાસે આવેલા સંગાથ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોએ વૃક્ષારોપણ કરી વૃક્ષ વાવો વરસાદ લાવોનો સંદેશો આપ્યો હતો માળીયા પાસે આવેલા સંગાથ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોના સુંદર વિચારો અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વૃક્ષોના જતન સાથે વિશ્વ આખાના આરોગ્યની ચિંતા વ્યક્ત કરી ઓકસીજન આપતા વૃક્ષો વાવીને આવનારા સમયમાં પ્રદુષણથી ઝઝુમતા લોકોની સમસ્યાઓનો હલ આવે તેવા વિચારો થકી લોકોને વૃક્ષ વાવો વરસાદ લાવો વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગે તેવો સારો પ્રેરણાદાયી સંદેશો મળી રહે તેવા હેતુથી વૃધ્ધાશ્રમના પટાંગણમાં વૃક્ષારોપણ કરીને વૃધ્ધાશ્રમના દરેક વડીલોએ વૃક્ષોને દતક લઈને જતન સાથે ઉછેર કરવા સંકલ્પ લીધો હતો ચોમાસાની ઋતુને અનુલક્ષી કરાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમમાં વૃધ્ધાશ્રમના દરેક વડીલોએ વૃક્ષો વાવીને ઘર પરીવારથી દુર રહેતા વૃધ્ધોએ પોતાના ઘર કહેવાતા વૃધ્ધાશ્રમમાં વૃક્ષો વાવીને લોકોને પર્યાવરણ બચાવો ઝુંબેશ સાથે વૃક્ષારોપણ પ્રત્યે જાગૃત કરીને સુંદર સંદેશો પાઠવ્યો હતો





