Monday, June 22, 2026

માળીયા ના જુના રેલવે સ્ટેશન નજીક તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

માળીયા ના જુના રેલવે સ્ટેશન નજીક તીન પત્તીનો જુગાર રમતા છ ઈસમો ઝડપાયા.

માળિયા (મી) ના જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં આરોપીના મકાન પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ માળિયા (મી) ના જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં ઈકબાલભાઈ હુશેનભાઇ જેડાના મકાન પાસે શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા આરોપી ઇકબાલભાઇ હુશેનભાઇ જેડા, ઇકબાલભાઇ ઇશાકભાઇ મોવર, સિકંદરભાઇ હનીફભાઇ ભટી, ગુલામભાઇ ઇસાભાઇ માણેક રહે ચારે જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર માળીયા (મી) તા.માળીયા તથા અજયભાઇ નરભેશંકરભાઇ જોષી રહે.ક્રિષ્ના સ્કુલ પાછળ સરદારનગર સોસાયટી રવાપર રોડ મોરબી, રસીકભાઇ શિવજીભાઇ ઠકકર રહે. લગધીરવાસ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટ મોરબી વાળાને રોકડ રકમ રૂ.૨૫૬૦૦ તથા મોબાઇલ નં -૫ કિં રૂ. ૨૪૬૦૦ મળી કુલ કિં રૂ.૫૦૨૦૦ નાં મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,975

TRENDING NOW