આજ રોજ માળીયા તાલુકા ના બગસરા ગામે ગ્રામજનો દ્વારા કરેલ રસ્તા રોકો આંદોલન ના નિવારણ માટે આમ આદમી પાર્ટીના પંકજ રાણસરીયા એ લીધી મુલાકાત
ચૂંટણી સમયે આમ આદમી પાર્ટી ને બગસરા ગામ માંથી બહુમત મત મળ્યા તા ત્યારે ગ્રામજનો એ મુકેલ વિશ્વાસ તેમજ તેમને પડતી મુશ્કેલી જેવી કે વર્ષો થી ગ્રામજનો ની રજુઆત હતી ગામ ની અંદર ના રસ્તે થી મોટા વાહનો ચાલતા હોય અને ત્યાં પ્રાથમિક શાળા આવેલી હોય તેમા આશરે 200 થી વધુ નાના વિદ્યાર્થી અભ્યાસ કરતા હોય માટે કોઈ આકસ્મીક બનાવ ના બને જેમને ધ્યાન મા રાખી તેમના પ્રશ્નો ને આટલા વર્ષો થી કોઈ અધિકારી એ ધ્યાન મા લીધેલ નહોતા તેમજ કોઈ કાર્યવાહી કરવામા આવેલ નહોતી માટે ગ્રામજનો દ્વારા આજ રોજ રસ્તા રોકો આંદોલન કરેલ અને મોટા વાહનો રોકેલ ત્યારે પંકજ રાણસરીયા, આમ આદમી પાર્ટીના આગેવાનો તેમજ માળીયા પોલીસ ના સહકાર થી આજે બગસરા ગામ ના લોકો ના વર્ષો જૂના પ્રશ્નો નો આજે સુખદ નિકાલ આવેલ છે અને ગ્રામજનો દ્વારા કરેલ આંદોલન પુરું કરવા મા આવ્યુ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા પંકજ રાણસરિયા દ્વારા ગ્રામજનો ને ભવિષ્ય મા કોઈ મુશ્કેલી પડે તો અડધી રાત્રે પણ સાથે ઉભા રહેશે એવુ વચન આપવા મા આવ્યુ જેમની સાથે આમ આદમી પાર્ટીના ભાવિનભાઈ એડવોકેટ, પરિમલ કૈલા અને જેનીથ ચડાસણીયા પણ જોડાયા હતા.









